Nimesh Patel
Nimesh Patel
Associate Author

Nimesh Patel

Wednesday 03 Jan 18 05:29:15 PM
હવે બ્રાહ્મણોએ રહેવું પડશે સજાગ...જાણો કેમ.
હવે બ્રાહ્મણોએ રહેવું પડશે સજાગ...જાણો કેમ.

દલિત વિરૂદ્ધ પાટીદાર કે ઓબીસી વિરુદ્ધ પાટીદાર  વર્ગવિગ્રહ ફેલાવવાની રાજકીય યોજનાઓ આ સમાજના લોકો અને નેત્રુત્વ કરનારાઓની પરિપક્વ સમજના લીધે સફળ ના થઈ શકી. હવે બ્રહ્મસમાજ ના ખભે બંદૂક મુકી સરકાર વિરુદ્ધ બનેલા સવર્ણોમા ભાગલા પડાવવાના કારસા થઈ રહ્યા છે. દરેક યુવાનોએ આ વાત ની ખાસ નોંધ લેવા ની જરૂર છે.

સરકાર સામે સંઘર્ષ કરનાર હાર્દીક પટેલ ને ખતમ કરવા માટે ભાજપે જે સંજયજોશી ની બીડી છાપ સીડી બનાવી હતી તેવી જ રીતે હાર્દિક માટે સીડી બનાવવા નો ઉપયોગ થઈ રહયો છે અને હાર્દીક પટેલ તેમાં બ્રાહ્મણ બહેન દીકરીઓ વિશે અભદ્ર વાતો કરી છે તેવો ગોબલ્સ પ્રચાર કરાઈ રહ્યો છે. હાર્દીકે આ સીડી બનાવટી છે તેવો દાવો કર્યા બાદ કોઈપણ વ્યક્તિ કે પક્ષે આ વિશે કાયદાકીય પગલાં લીધા નથી કે એફઆઈઆર પણ કરી નથી મતલબ એ થાય કે તેની સત્યતા શંકાસ્પદ છે.

હવે આ જ બુઠા થઈ ગયેલા હથિયાર ની અણી કાઢી પોતાની રાજકીય દલાલી કરવા કેટલાક લોકો બ્રહ્મસમાજ ને ગેરમાર્ગે દોરવા નીકળ્યા છે.પરંતુ આ ખોખલી સરકાર ને ક્યાં ખબર છે કે બ્રાહ્મણ સમાજ હંમેશા સત્તાનો માર્ગદર્શક રહ્યો છે.બૌધિક અને શિક્ષિત સમાજ તરીકે કોઈપણ વાત કે વિવાદને ઘેટાં ના ટોળાની જેમ પીઠે વંઢોરી નીકળી પડવું તે આપણો સ્વભાવ ના હોઈ શકે.

આ તથાકથિત સીડી આવ્યાના આટલા લાંબા અંતરાલ બાદ અચાનક જ એના એક કન્ટેન્ટ ને પકડી સમાજને ઉશ્કેરનારાઓ અહીંત કરી રહ્યા છે. મોર્ફ સીડી પર રાજકીય રોટલો શેકવા નીકળેલ સત્તાધારી પક્ષ એના પર ફરીયાદ દાખલ કરવાની તસ્દી ના લેતો હોય ત્યારે બ્રહ્મસમાજ ના નામે કેટલાક હરખપદુડાઓ એફઆઈઆર કરવા નીકળ્યા હતા જે લેવાનો ક્રાઈમ બ્રાન્ચે ઈન્કાર કરી દીધો આનો મતલબ સમજવાની જરૂર છે.

આખોય વિવાદ ચગે તે પહેલાજ હાર્દીક પટેલના ધ્યાને આવતાં તેણે બિનશરતી માફી માંગવાની સૌજન્યતા બતાવી એટલું જ નહીં તેણે કોઈ જાહેરસભા, મીટીંગ કે પ્રેસવાર્તામા બ્રાહ્મણો નુ અપમાન થાય તેવુ પોતે બોલ્યો હોય તો ધ્યાન પર લાવવા બ્રહ્મસમાજ ને વિનંતી કરી હતી.

ભાજપની ભાટાઈ કરી પાડી દો ની ડંફાશ મારનારા સૌથી વધુ બ્રાહ્મણ મતદારો ધરાવતી વેજલપુર બેઠક પર બંન્ને મુખ્ય રાજકીય પક્ષોએ બ્રામણનો એકડો જ કાઢી નાખ્યો ત્યારે ક્યાં હતા? ગુજરાતનું કાશી ગણાતા બ્રહ્મ વર્ચસ્વ વાળી સિધ્ધપુર ની બેઠક પર જયનારાયણ ને કેમ જીતાડી ના શક્યા? નવા મંત્રીમંડળમાં કેબિનેટમાં એકપણ બ્રાહ્મણ ને સ્થાન ના અપાયુ ત્યારે કેમ મૌન રહ્યા ? અરે હરેન પંડ્યા ને પાડી દેનારાઓ ને એ સમયે પાડી દીધા હોત તો આજે આ સમાજની અવગણના કરવાની કોઈએ હીમંત ના કરી હોત. સંજય જોશીની સીડી ફેરવનારા ઓનુ મોઢું કાળુ કર્યુ હોત તો હાર્દીકની સીડી ફેરવનારા ઓની દલાલી કરવાનો સમય ના આવ્યો હોત. 

બ્રહ્મસમાજે આવા હીત ધરાવતા લોકોને ઓળખી સંયંમથી કામ લેવાની જરૂર છે.સોશીયલ મીડીયામાં પાડી દેવાની વાતો કરનારા જમીન પર હાર્દીક ને પાડી દે તો ખરા.પણ કોઈકના દીકરાઓને શૂળીએ ચઢાવી સમાજના નેતા બનનારા સામી છાતી એ ક્યારેય  મેદાન પર નહી આવે એે દરેક સમાજે સમજવા ની જરૂર છે.