Darshan Rana
Darshan Rana
Associate Author

Darshan Rana

Friday 12 Jan 18 02:41:24 PM
ગુજરાતીઓ વંચિત રહેશે પદ્માવતથી, જાણો કેમ?
ગુજરાતીઓ વંચિત રહેશે પદ્માવતથી, જાણો કેમ?

હાલમાં જ ઘણાં વિવાદો બાદ પાસ થયેલી ફિલ્મ પદ્માવત કે જે પહેલાં પદ્માવતી નામે રિલીઝ થવાની હતી, તે હજી પણ ચર્ચમાં છે. તેનું કારણ છે ગુજરાતનાં મુખ્યમંત્રીનું નિવેદન!

આજરોજ ગુજરાતનાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાહેર કર્યુ છે કે ગુજરાતમાં પણ પદ્માવત રિલીઝ નહીં થાય. લોકોનાં વિરોધ અને સંસ્કૃતિને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે, તેવું તેમનું કહેવું છે.

ઉલ્લેખનીય છે કે આ પહેલાં રાજસ્થાન અને ગોવા તથા હિમાચલ પ્રદેશ પર પણ આ ફિલ્મ પર બેન મૂકાયો છે. રાજસ્થાનનાં મુખ્યમંત્રી વસુંધરા રાજેએ લોકલાગણીને ધ્યાનમાં રાખીને આ ફિલ્મ પર પ્રતિબંધ મૂક્યો છે, ત્યારે એ સમજવું રહ્યું કે આ મામલો આટલો રાજકીય કેમ બની રહ્યો છે! એવું પણ હોઇ શકે કે પોતાની સત્તા ટકાવી રાખવાનાં પ્રયાસોમાંથી આ એક પ્રયાસ હોય!