Darshan Rana
Darshan Rana
Associate Author

Darshan Rana

Friday 12 Jan 18 09:38:26 AM
આજે રિલીઝ થશે ફિલ્મ કાલાકાંડી
આજે રિલીઝ થશે ફિલ્મ કાલાકાંડી

અક્ષત વર્મા નિર્દેશિત ફિલ્મ કાલાકાંડી આજે રિલીઝ થશે. આ ફિલ્મમાં સૈફ અલી ખાનની સાથે-સાથે દિપક ડોબરિયાલ, વિજય રાજ, સિદ્ધાર્થ રોય કપૂર, શોભિતા દુલીપાલા અને ઇશા તલવાર જોવા મળશે.

ફિલ્મની વાર્તા છ મુંબઇકર્સની છે કે જેઓ પોતાના જીવન સાથે કઇ રીતે ડીલ કરે છે, તેના પર છે. ડાર્ક કોમેડી એવી આ ફિલ્મની વાર્તાને દિલ્હી બેલીનાં સ્ક્રીપ્ટ-રાઇટર અક્ષત વર્માએ નિર્દેશિત કરી છે.

ઉલ્લેખનીય છે કે સૈફ અલી ખાનની ગત બે ફિલ્મો ફ્લોપ રહી હતી. શેફ અને રંગૂન ફિલ્મમો ફ્લોપ રહી હતી, જેથી આ ફિલ્મ પર લોકોની વધારે આશા છે. જોકે આ વર્ષે સૈફ અલી ખાનની હિટ સિરીઝ રેસની વધુ એક સિક્વલ આવશે, જેમાં સલમાન ખાન પણ જોવા મળશે.