Pritesh Mehta
Pritesh Mehta
Saturday 13 Jan 18 10:23:04 AM
સચિન જીઆઇડીસીમાં તસ્કરોએ કર્યા હાથ સાફ
સચિન જીઆઇડીસીમાં તસ્કરોએ કર્યા હાથ સાફ

સુરત: છેલ્લા કેટલાંક સમયથી સુરતમાં ચોરીની ઘટનાઓ વધ રહી છે ત્યારે સચિન જીઆઇડીસી વિસ્તારમાં પણ ગઈકાલે ચોરીની ઘટના બની હતી.

મળતી માહિતી મુજબ, સચિન જીઆઇડીસી વિસ્તારમા ગાઈકાલે રાત્રી દરમ્યાન ચાર દુકાનના તાળા તૂટ્યા હતા. ઘટનાની જાણ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને વધુ તપાસ શરૂ કરી હતી. 

મહત્વપૂર્ણ છે કે, ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઈ હતી. પોલીસે હવે સીસીટીવીને આધારે તપાસ આગળ વધારી છે.