Jayshree  Chaudhary
Jayshree Chaudhary
Friday 12 Jan 18 05:53:27 PM
સ્વામી વિવેકાનંદ (ગુજરાતી માધ્યમ ) સ્કૂલ અંકલેશ્વરમાં વાર્ષિક રમતોત્સવ “મેઘધનુષી” યોજાયો


આજે  દીવા રોડ સ્થિત સ્વામી વિવેકાનંદ (ગુજરાતી માધ્યમ ) સ્કૂલ , અંકલેશ્વર ખાતે વાર્ષિક રમતોત્સવ “મેઘધનુષી” યોજાયો હતો. જેમાં ટીમ ઈન્ડિયાના ક્રિકેટર મુનાફ પટેલ, ભરૂચ જીલ્લા ક્રિકેટ એસોસીએશનના ઉપાધ્યક્ષ ઈસ્માઈલ મતાદાર, SOG , ક્રાઈમ બ્રાંચ અમદાવાદ આસી.પો.સબ.ઇન્સ્પેકટર પૂજાકુંવર રાઠોડ તથા અંકલેશ્વર કડકીઆ કોલેજના પ્રોફેસર જયશ્રી ચૌધરી મહેમાનપદે ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.  આ પ્રસંગે સુશોભિત ચાલણગાડીમાંથી  ચિત્રશિક્ષક  લલીતભાઈએ દોરેલા ચિત્રો સાથે મેગેઝીનને મહેમાનો દ્વારા પ્રદર્શિત કરી અનોખી રીતે શાળાના મુખપત્ર “વિવેકામૃતમ”નું વિમોચન   કરવામાં આવ્યું હતુ, તેના સમ્પાદક વિરલ શાહે મેગેઝીનની વિશેષતા સુંદર રીતે વર્ણવી હતી. 

ઈન્ચાર્જ આચાર્યશ્રી મિલેન્દ્ર કેસરોલાએ લાક્ષણિક શૈલીમાં મહેમાનોનો પરિચય આપ્યો હતો. ઉપપ્રમુખ શ્રી કિશોર સુરતીએ ભાવભીનું સ્વાગત પ્રવચન કર્યું હતુ. રમતોત્સવ અંગે સમ્બોધન પ્રતીક્ષા વી. શાહે કર્યું હતુ. વિદ્યાર્થીઓએ સામુહિક સૂર્યનમસ્કાર કર્યા હતા.

જયશ્રી ચૌધરીએ “મેઘધનુષી” રમતોત્સવને “ઉઘાડ વાંચન” થકી ખુલ્લો મુક્યો હતો. ત્યારબાદ વાર્ષિક રમતોત્સવનો પ્રારંભ થયો હતો.  

મુનાફ પટેલે કહ્યું હતું કે , “સ્પોર્ટ્સમેન કદી નિવૃત્ત થતો નથી..સતત શીખવું એ મારો ધ્યેય છે, આપણે ત્યાં સુધી સમ્પૂર્ણ થવા પ્રયત્ન કરવો જોઈએ જ્યાં સુધી આપનો અંત આવે.  આપણે ગુજરાતીઓ દિલથી અને દિમાગથી જે વિચારીએ તે પ્રાપ્ત કરી લેવાની આવડત ધરાવીએ છીએ...” ઈસ્માઈલ મતાદારે કહ્યું હતું કે, “ સફળતા મેળવવા માટેનો કોઈ જ “શોર્ટકટ” નથી હોતો , એના સખત મહેનત જ કરવી પડે. આરામથી કંઈ મળવાનું નથી. ધ્યેય પ્રાપ્ત કરવા મંડી પડો.” રૂપકુંવર રાઠોડે કહ્યું હતું કે , “ જીવનમાં બધું સરળતાથી મળતું નથી. અમારી તાલીમમાં સ્ત્રી-પુરુષ વચ્ચે તફાવત નહોતો. સ્ત્રીઓ કોઈ ક્ષેત્રમાં કારકિર્દી બનાવી શકે છે.” જયશ્રી ચૌધરીએ કહ્યું હતું કે , “ રમો , ખુશ રહો અને તંદુરસ્ત રહો.”


કાર્યક્રમનું સફળ સંચાલન નીતાબેન રાણા તથા દીક્ષાબેન વર્માએ કર્યું હતું.